મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી


SHARE









હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી

ચોમાસામાં વરસાદ ખેંચાયો છે અને ઘણા બધા ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ચોમાસું પાક લેવા માટે આગોતરું વાવેતર કર્યું હતું જોકે વરસાદ ન થવાના કારણે ખેડૂતોના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી બ્રાહ્મણી 2 ડેમની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા સાત ગામના ખેડૂતો દ્વારા ડેમમાં ભરેલા પાણીમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં ડેમ ખાતે જઇને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સ્થાનિક જળાશયોમાં ભરાયેલા પાણીમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કે, હળવદ તાલુકાના બ્રાહ્મણી 2 ડેમમાંથી 7 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ડેમની કેનાલ મારફતે આપવામાં આવતું હોય છે ચાલુ વર્ષે ચોમાસું પાક લેવા માટે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વાવણી કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે જો હાલમાં સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને ન મળે તો તેઓએ પોતાના ખેતરમાં જે પાકની વાવણી કરી છે તે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી ખેડૂતો દ્વારા બ્રાહ્મણી 2 ડેમ ખાતે જઈને 7 જેટલા જે ગામ બ્રાહ્મણી 2 ડેમ હેઠળના વિસ્તારમાં આવે છે તેના ખેડૂતોને ડેમમાં ભરેલા પાણીમાંથી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી વધુમાં ખેડૂતો પાસેથી મળતી વિગત પ્રમાણે ધનાળા, મયુરનગર, ધુળકોટ, સૂરવદર, ટીકર, ઘાટીલા, દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે અને હાલમાં વરસાદ ખેંચાયો છે જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરેલા પાકને બચાવવા માટે થઈને સિંચાઈનું પાણી મળે તે જરૂરી છે જેથી બ્રાહ્મણી 2 ડેમની કેનાલ મારફતે તેઓને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી છે જો સમયસર ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નહીં મળે તો ખેડૂતોએ વાવણી કરવા માટે કરેલી મહેનત ઉપર પાણી ફરી વળશે અને ત્યારબાદ જો ચોમાસુ સક્રિય થઈ જાય તો ખેડૂતો પોતાના ખેતરની અંદર બીજી વખત વાવણી પણ કરી નહીં શકે જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે માટે વહેલી તકે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી છે






Latest News