મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયાની લેતીદેતીના હિસાબ માટે બોલાવીને યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ 


SHARE







મોરબીમાં રૂપિયાની લેતીદેતીના હિસાબ માટે બોલાવીને યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે રામનગર સોસાયટીમાં રહેતા યુવાનને અગાઉ થયેલ રૂપિયાની લેતી-દેતી બાબતે હિસાબ કરવા માટે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ગુલાબનગરમાં બોલાવવામાં આવ્યો હતો ત્યારે ત્રણ શખ્સો દ્વારા તેની સાથે ઝગડો કરીને બેટ, લાકડી અને છરી વડે તેને માર મારવામાં આવ્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેમાં એક આરોપીને અગાઉ ઝડપી લેવામાં આવ્યો હતો અને હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે જો કેહજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે રામનગર સોસાયટીની અંદર રહેતા જયવીરસિંહ ભરતસિંહ પરમાર (ઉંમર ૩૪) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરવિંદસિંહ જટુભા જાડેજા રહે, વિદ્યુતનગર મોરબી-૨, દાઉદ ઉમર જામ તથા રાયધન દાઉદ જામ રહે. બને ગુલાબનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, આરોપી અરવિંદસિંહ જાડેજા સાથે અગાઉ રૂપિયાની લેતીદેતી થયેલ હતી જેનો હિસાબ કરવા માટે થઈને તેને ગુલાબનગરમાં બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે ઝઘડો કરીને બેટ, લાકડીના અને છરી વડે તેના ઉપર હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો અને સાથળના ભાગે તેને ઈજા કરી હતી તેમજ આરોપીઓએ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી જયવીરસિંહે ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ આરોપી દાઉદ ઉમર જામની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે અરવિંદસિંહ જટુભા જાડેજા રહે, વિદ્યુતનગર મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News