રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબી અધિક કલેક્ટર દ્રારા ગુજકેટ પરીક્ષા સંદર્ભે બહાર પાડવામાં આવ્યું જાહેરનામુ


SHARE





મોરબી અધિક કલેક્ટર દ્રારા ગુજકેટ પરીક્ષા સંદર્ભે બહાર પાડવામાં આવ્યું જાહેરનામુ

આગામી તા.૧૮ ના રોજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર વિજ્ઞાનપ્રવાહ પરીક્ષા બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબી અધિક જિલ્લા કલેક્ટર એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં એસ.વી.પટેલ કન્યા વિદ્યાલય, ધ વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ, ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, નિર્મળ વિદ્યાલય, સેન્ટ મેરી હાઇસ્કુલ, નીલકંઠ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય મોરબીમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં સવારના ૧૦-૦૦ થી બપોરના ૧૬-૦૦ કલાક દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં. કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, લેપટોપ,  ટેબલેટ,  કેલ્ક્યુલેટર વાળી ઘડિયાળ તેમજ કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો લઇ જવા નહીં. તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.






Latest News