હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે અગાસી ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









હળવદના કડીયાણા ગામે અગાસી ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત

હળવદ તાલુકાના કડીયાણા ગામે અગાસી ઉપરથી યુવાન નીચે પડી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા મહેશભાઈ ધીરજભાઈ વાઢકીય (ઉંમર ૪૦) પોતાના ઘરે અગાસી ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનુ મોત નિપજતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી હતી

એક બોટલ દારૂ

મોરબીના રંગપર ગામ પાસે પાવડીયારી કેનાલ નજીકથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હાલમાં હાર્દિક કેશવજીભાઇ કડીવાર જાતે પટેલ (ઉંમર ૨૬) રહે. વાઘપર પીલુડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News