રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબી સીરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE





મોરબી સીરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા  ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીનો સીરામીક ઉદ્યોગ કે જે ભારતનો સૌથી મોટો સીરામિક ઉદ્યોગ છે અને સરકારને ટેક્ષના રૂપમાં ખુબજ મોટી રકમની આવક આ ઉદ્યોગ દ્વારા થાય છે. અને એક્ષ્પોર્ટ દ્વારા ખુબજ મોટી રકમનું વિદેશી હુંડીયામણ પણ લાવી આપે છે આટલું જ નહીં ત્રણ લાખ પરિવારોને રોજીરોટી પૂરી પાડે છે. તો ઇન ડાયરેક્ટ દસ લાખ પરિવારોને રોજીરોટી પૂરી પાડનાર આ જ ઉદ્યોગ છે. 

પરંતુ હાલમાં આ ઉદ્યોગ ખુબજ મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અને લગભગ ઓક્ષીજન ઉપર આવી ગયો છે અને લગભગ ૬૦ ટકા ફેકટરીઓ બંધ હાલતમાં છે ત્યારે ગેસના ભાવમાં વધારો, એક્ષ્પોર્ટ માટે કન્ટેઈનરના ભાડા, ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રકના ભાડામાં વધારો, કોલસાના  ભાવમાં વધારો, ઇલેક્ટ્રિક સપ્લાયમાં પણ કાપ, એક્ષ્પોર્ટમાં પ્રોત્સાહક લાભો મળતો હતો તેમાં ઘટાડો કરવામાં આવ્યો, ઇન્ફ્રાસ્ટકચર નથી, ટ્રાન્સપોર્ટ નગર નથી આવી અનેક સમસ્યા છે જેને ઉકેલવામાં આવતી નથી જેથી ઉદ્યોગકારો હેરાન છે જેથી કરીને ઉદ્યોગને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News