મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE





મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક યુનિટમાં મજૂરીકામ કરતાં અને મુળ થાનના પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનનાર સગીરાના પિતાએ હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ થાન પંથકના વતની અને હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કારખાનામાં રહીને મજૂરીકામ કરતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે શૈલેષ દિનેશ સોલંકી હાલ રહે.માંડલ તા.જી.મોરબી મૂળ રહે.ચોબારી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો અપહરણ કરી ગયેલો હોય ભોગ બનેલ સગીરાના પિતાએ હાલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીઆઇ પી.એ.દેકાવાડીયાએ કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમ ૧૮ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ચારને ઈજા

મોરબીના સામાકાંઠે તાલુકા પોલીસ સ્ટેશન નજીક બોલેરોની પાછળ ઓટોરિક્ષા અથડાઈ હતી જેથી કરીને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક ઓટોરિક્ષા બોલેરોની પાછળ અથડાઈ હતી જેથી કરીને ઓટોરિક્ષા ચાલક ઈરફાન મન્સૂર હિંગોરજા (૩૦) રહે.કુબેરધાર વિસ્તાર મોરબી-૨ તેમજ પેસેન્જર તરીકે બેઠેલા ઈર્શાદ યુસુફ મુસ્લિમ (૩૧) રહે.પીપળી રોડ તેમજ ક્રિષ્નાકુમાર રાવત (૪૧) અને ઇન્દ્રાવતી ક્રિષ્નાકુમાર રાવત (૪૧) રહે.એબીસી સીરામીક પીપળી રોડ વાળાઓને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જે અંગે જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના રેહાન આશીફ ખલીફા નામનો ૧૫ વર્ષીય બાળક શાળાએથી પરત ઘરે જતો હતો ત્યારે આસ્વાદ પાનની પાસે તે સાયકલમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News