મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નજીવી બાબતે મારા મારી કરીને હત્યાના પ્રયાસ કરનારા આરોપીઓ પોલીસની હાથવેંતમાં


SHARE





વાંકાનેરમાં નજીવી બાબતે મારા મારી કરીને હત્યાના પ્રયાસ કરનારા આરોપીઓ પોલીસની હાથવેંતમાં

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસ પહેલા મુસ્લિમ યુવાનને ભરવાડ શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી તે બાબતે સમજાવવા માટે ગયેલા વ્યક્તિઓને નવ શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને ઈજા પામેલા વ્યક્તિને થયેલ ઇજાના રિપોર્ટને ધ્યાને લઈને તે ગુનામાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો આ ગુનામાં આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ ની અંદર રહેતા જાકીરહુસૈન મોહસીનભાઈ બ્લોચ (૪૫) એ થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીજલભાઈ ગાંડુભાઈ ડાભીજયદીપ ગાંડુભાઈ ડાભીગાંડુભાઈ રાવજીભાઇ ડાભીમનદીપ ગાંડુભાઈ ડાભીચંદુભાઈ નાજાભાઈ ભરવાડકાળુ પૂરી વાળોકાળુભાઈનો ભાઈ સોનુ સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે શબ્બીર કાસમભાઇ બ્લોચને ભરવાડના એક શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી ત્યાં સમજાવવા માટે ગફારભાઈ હાસમભાઇ કાબરા (૪૩) સહિતના ગયા હતા ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે તેઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલા ગફારભાઈ હાસમભાઇ કાબરાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની અંદર જાકીરહુસેન મોહસીનભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી જો કે, ગફારભાઈ કાબરાને થયેલ ઇજાનો રિપોર્ટ આવ્યા બાદ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાનો પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે






Latest News