મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય


SHARE





વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય

મોરબી જિલ્લાના માટેલમાં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હતી ત્યારે માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછળીને બચાવવા માટે ઝંપલાવવામાં આવ્યું હતું ત્યારે કમનસીબે કુશળ તરવૈયા હોવા છતાં તે પાણીમાં કોઈ ઇજા થવાથી પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ હતા અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો હતો અને આ બનાવથી ભરતભાઇના પાંચ સંતાનો નોંધારા બન્યા હતા જેથી મોરબી જિલ્લાના ગૌ સેવકોએ તેના પરિવારને આર્થિક મદદ કરવા ફાળો કરવાનું નક્કી કર્યું હતું અને મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટમાં ફાળો ઉઘરાવવામાં આવેલ હતો જેમાં કુલ ૬.૩૦ લાખ રૂપિયા એકત્રિત થયા હતા જે ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિરના મહંત ખોડુબાપુની હાજરીમાં ભરતભાઈના પાંચેય સંતાનોને અર્પણ કરવામાં  આવેલ છે ત્યારે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્રમુખ મુન્નાભાઈ, હળવદના સામજિક કાર્યકરને રાજકીય અગ્રણી તપનભાઇ દવે, મોરબીથી પરેશભાઈ કાનાબાર, પ્રજ્ઞેશભાઇ ચતવાણી, તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા હતા ત્યારે માટેલના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈએ ખાસ ઉપસ્થિત રહેલા ગૌ સેવકો અને દાન આપનાર તમામ દાતાનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો






Latest News