ટંકારાના સજનપર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભ-૨૦૨૨ માં દબદબો
Morbi Today
મોરબીના મહેન્દ્રનગર પાસે હડકાયા કૂતરાએ ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા
SHARE
મોરબીના મહેન્દ્રનગર પાસે હડકાયા કૂતરાએ ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપ પાસે હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો હતો અને ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા હતા જેથી તે તમામ લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ નજીક હડકાયા કુતરાએ રાહદારી સહિતના લોકોને ઝપટે લીધા હતા જેથી કરીને તે તમામ લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને હડકવા વિરોધી રસી મુકાવામાં આવી હતી આ હડકાયા કૂતરાએ ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે









