મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. દ્વારા પાંચ સંસ્થાને અપાયું ૩.૦૬ લાખનું દાન


SHARE







મોરબીમાં સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. દ્વારા પાંચ સંસ્થાને અપાયું ૩.૦૬ લાખનું દાન

ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. ૨૫ વર્ષથી મોરબીમાં બચત કરવા, થાપણ, ડેઇલી કલેક્શન થકી બચત કરવા, રોકાણ કરવા તથા સભાસદોને જરૂર પડ્યે ૫૦૦૦૦ થી ૧૫ લાખ સુધીનું ધિરાણ નિયમોને આધીન આપવામાં આવે છે. અને આ સંસ્થા દ્વારા ગત વર્ષ ઇકો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના સભાસદ માટે વિનામૂલ્યે અને જાહેર જનતા માટે રાહતદરે ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો અને સેવાનો લાભ લેવા માટે મો. ૯૮૭૯૩ ૫૫૪૨૨ તેમજ ૯૯૨૫૨ ૩૨૭૯૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે વધુમાં આ સંસ્થાના હોદેદારોએ જણાવ્યુ હતું કે, ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગત તા.૨૩ ના રોજ માનવ સેવા તથા ગૌ-સેવા સાથે જોડાયેલા ટ્રસ્ટને રોકડ રકમનું દાન આપવામાં આવ્યું હતું જેમાં યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટમાં ૫૧૦૦૦, મોરબી પાંજરાપોળમાં ૫૧૦૦૦, ટંકારા પાંજરાપોળમાં ૫૧૦૦૦, ખાખરેચી પાંજરાપોળમાં ૫૧૦૦૦ અને પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં ૧૦૨૦૦૦ નું દાન આપવામાં આવેલ છે આમ કુલ ૩૦૬૦૦૦ ની આર્થિક મદદ જુડજુદા ટ્રસ્ટને કરવામાં આવી છે તેમ સોસાયટીના પ્રમુખ મનોજકુમાર ડી.દેસાઈ તેમજ મેનેજર યુવરાજસિંહ બી.જાડેજાની યાદીમાં જણાવેલ છે




Latest News