મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકાની સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE





મોરબીના નવા સાદુળકાની સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

 વિશ્વ ક્ષય દિવસને અનુસંધાને ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીહેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરતથા મોરબી જીલ્લા ટી.બી.વિભાગના સયુંકત ઉપક્રમે નવા સાદુળકાની સરકારી શાળામાં એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને તમાકુના વ્યસનનો સંદેશો પાઠવતા વિવિધ ચિત્રો દોરેલસ્પર્ધામાં પ્રથમ નંબર દ્રિતીય નંબર અને તૃતીય નંબર મેળવનાર વિજેતાને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સોશ્યલ વર્કર તેહાન એમ. શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવા તથા પોતાના પરિવારને વ્યસનમુક્ત રાખવા અંગે માહિતગાર કરી વ્યસનની શારીરિક અસરોઆર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા અંગે માહિતી આપેલત્યારબાદ ટીબી વિભાગના ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષ જોષી દ્વારા ટી.બી. દિવસના અનુસંધાને બાળકોને ભારત દેશને ટી.બી. મુક્ત બનાવવા માટે સ્વયં શું યોગદાન આપી શકેટી.બી.ના લક્ષણો તેની સારવાર વગેરે બાબતોથી માહિતગાર કર્યા હતાકાર્યક્રમના અંતમાં એચ.ડબલ્યુ.સી.લક્ષ્મીનગર ના સી.એચ.ઓ. ડો.વિજય અગોલા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટી.બી. મુક્ત ભારત અંતર્ગત શપથ લેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.






Latest News