મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં નવો પુલ બનાવવા માટે મચ્છુ-૩ ડેમને ખાલી કરવાનું શરૂ: એક દરવાજો ખોલ્યો


SHARE







મોરબીમાં નવો પુલ બનાવવા માટે મચ્છુ-૩ ડેમને ખાલી કરવાનું શરૂ: એક દરવાજો ખોલ્યો

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમની ઉપરના ભાગમાં નવો પુલ બનાવવા માટેનું કામ કરવાનું છે જેથી કરીને આજથી મોરબીનો મચ્છુ-૩ ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને ડેમની નીચેના ભાગમાં ખેડૂતો કે અગરિયાને નુકશાન ન થાય તે માટે એકી સાથે પાણી છોડવાના બદલે માત્ર એક દરવાજાને એક ફૂટ ખોલીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબીના કંડલા બાયપાસ ઉપર જુની આરટીઓ કચેરી પાસેનો પુલ જર્જરિત થઈ ગયેલ છે જેથી તેની બાજુમાં જ નવો પુલ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, હાલમાં તે પુલની બાજુમાં આવેલ મચ્છુ-૩ ડેમ 97 ટકા ભરેલ છે જેથી કરીને પુલ બનાવવા માટેનું કામ કરી શકાતું નથી જેથી કરીને આ પુલને ખાલી કરવા માટેની નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ(ગાંધીનગર)માંથી મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને મચ્છુ-૩ ડેમને આજથી ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી અકે સપ્તાહમાં ડેમ ધીમેધીમે ખાલી કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, એકી સાથે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવાના હતા જો કે, ડેમની નીચેના ભાગમાં આવતા વિસ્તારમાં ખેડૂતો અને મીઠાના અગરમાં અગરિયાને નુકશાન થાય તેવી શ્ક્યતા હતી અને તેની સાથોસાથ માળીયા પાસે રેલવેના પુલનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ નુકશાન થાય તેવી શ્ક્યતા હતી જેથી કરીને મચ્છુ-૩ ડેમના પાંચ દરવાજા ખોલવાના બદલે હાલમાં માત્ર  એક જ દરવાજાને એક ફૂંટ ખોલવામાં આવેલ છે અને ધીમીધારે મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આગામી ચાર માહિનામાં પુલના કોન્ટ્રાકટર દ્વારા પિલર ઊભા કરવાની કામગીરી કરી લેવામાં આવશે તેવું કહેવામા આવ્યું છે જો કે, કામ કેટલું થશે તે તો આગામી સમય જ બતાવશે આજથી મચ્છુ-૩ ડેમ ખાલી કરવામાં આવતા તેના નીચેના ભાગમાં આવતા ૨૪ ગામો જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકો, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, લક્ષ્મીનગર, અમરેલી, ધરમપુર તેમજ માળિયા(મિં.) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસગપર, વિવદરકા, માળિયા(મિં.), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા એલર્ટ કરવામાં આવેલ છે






Latest News