હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના માણેકવાડા પાસેથી જામગરી બંદુક સાથે એક પકડાયો


SHARE









હળવદના માણેકવાડા પાસેથી જામગરી બંદુક સાથે એક પકડાયો

 હળવદ તાલુકાના માણેકવાડા ગામથી સમથેરવા ગામ તરફ જતા રસ્તા ઉપરથી જતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી ગેરકાયદેસર બંદુક મળી આવૈ હતી જેથી એસઓજીની ટીમે હથિયાર સાથે તેને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો

મોરબી જિલ્લા એસ.ઓ.જી.નો સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમારને સંયુક્ત ખાનગી રાહે મળેલ હકિકત આધારે હળવદ તાલુકાના માણેકવાડા ગામથી સમથેરવા ગામ તરફ જતા રસ્તે આરોપી મુનાભાઇ રૈયાભાઇ કાંજીયા (ઉ.૩૦) રહે. હાલ માણેકવાડા અવચરભાઇ જીંઝવાડીયા રહે. માટેલ વાળાની વાડીએ મુળ રહે.દીઘડીયા તાલુકો હળવદ વાળા પાસેથી દેશી બનાવટની જામગરી ૧ બંદુક મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ ની કિંમતની બંદૂક સાથે તેને પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 

આરોપી પકડાયો 

વાંકાનેર સીપીઆઇ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીએસઆઇ પી.જી.પનારા તથા સર્વેલન્સ ટીમ માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મયુધ્વજસિંહ જાડેજા તથા સંજયસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે જિલ્લા મેજીસ્ટ્રેટે ૨૦૧૭ માં કરેલ પાસા હુકમના પાસા અટકાયતી લખાસિંઘ નારયણસિંઘ રાવત (ઉ.૩૬) રહે.ચાંદતોકાબડીયા પોસ્ટ સેમલીયા તાલુકો ભીમ (રાજસ્થાન) વાળાને આંણદ જિલ્લા ખંભાતવટામણ રોડ ઉપર આવેલ વીચી એગ્રો પ્રોડકસન કંપની પાસેથી પકડીને તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.




Latest News