મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી


SHARE





રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા સજ્જનપર ગામે જમીન આવેલ છે તેની ૩૬ ગુઠા જમીન ઉપર ત્રણ શખ્સોએ દબાણ કર્યું છે જેથી જમીન પચાવી પાડનારા સામે ટંકારા પોલીસ સ્ટેશને વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

હાલમાં રાજકોટ માધવ પાર્કમાં રહેતા ભાવસિંહજી દામજીભાઇ ડોડીયા કે જેની ધૂનડા સજ્જનપર ગામે ખેતીની જમીન આવેલ છે તે ૩૬ ગુઠા ખેતીની જમીન ઉપર મનજીભાઇ ગોરધનભાઇ ફુલતરીયાનિલેશભાઇ ગોરધનભાઇ ફુલતરીયા તથા હરેશભાઇ મનજીભાઇ ફુલતરીયાએ દબાણ કર્યું છે અને જમીનને પચાવી પાડી છે તેમજ ત્યાં વાવેતર કરવા લાગ્યા છે જેથી કરીને વૃદ્ધે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરી હતી. જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩૪(૧)(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News