મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બે ઇસમોને પાસા તળે જેલ હવાલે કરાયા, ફરાર આરોપી ઝડપાયો 


SHARE







મોરબીના બે ઇસમોને પાસા તળે જેલ હવાલે કરાયા, ફરાર આરોપી ઝડપાયો 

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી તેમજ વાંકાનેર તાલુકાના વાલાસણા ગામના રહેવાસી એવા બે બુટલેગર ઈસમો વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા મંજૂરીની મહોર મારી દેવામાં આવતા એલસીબીના સ્ટાફે બંને ઇસમોને પકડીને સુરત તેમજ પોરબંદરની જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.પકડાયેલા ઇસમો અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયા હોય પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી એલસીબીના સ્ટાફમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકાના વલાસણ ગામે રહેતો સમીર આદમ દલપોત્રા જાતે સંધિ નામનો ૨૭ વર્ષીય યુવાન અનેક વખત દારૂના ગુનામાં પકડાયો હોય તેની વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મુકવામાં આવી હતી જે દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવતા સમીર દલપોત્રાની ધરપકડ કરીને તેને જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

તે રીતે જ મોરબી તાલુકાના ખાનપર ગામનો રહેવાસી યશપાલસિંહ ઘનુભા જાડેજા જાતે દરબાર નામના ૨૨ વર્ષીય યુવાન વિરૂધ્ધ પણ દારૂના અનેક ગુના નોંધાયા હોય તેની સામે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા અંગે દરખાસ્ત કરવામાં આવી હતી જેને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા યશપાલસિંહ જાડેજાની ધરપકડ કરીને હુકમ મુજબ તેને પોરબંદરની જેલ હવાલે મુકવા આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આરોપી પકડાયો

વર્ષ ૨૦૧૯માં રાજકોટની ફેમિલી કોર્ટના કેસના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલા મોરબી તાલુકાનાં મોડપર ગામના જગદીશભાઈ માધુભાઈ શ્રીમાળી (ઉંમર ૩૭)ને પાકા કામના કેદી તરીકે રાજકોટની જેલ હવાલે કરવામાં આવે હતો અને તા ૭/૧૧/૨૦૨૦ થી ૧/૧૨૦૨૧ સુધી વચગાળાના જામીન મેળવીને જેલમાંથી મુક્ત થયો હતો અને ત્યારબાદ તે નાશી ગયો હતો જેથી તેને શોધવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી રહી હતી અને હાલમાં આરોપને રાજકોટ તાલુકાના સણોસરા ગામે આવેલ ગેસ વેલ્ડીંગના કારખાનામાંથી હસ્તગત કરીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News