મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ


SHARE





મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા આજે શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળા પાસેથી શરૂ કરવામાં આવેલ આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના કુલ મળીને ૮૦૦ કરતાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર શહીદોને યાદ કરીને રેલીમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓની વેશભૂષામાં સાથે જોડાયા હતા અને શહીદોની દેશ પ્રત્યેની નિષ્ઠા, ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકોને સ્મૃતિ કારવાઈ હતી આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મ, ૫૦ વિદ્યાર્થીઓ નેવી યુનિફોર્મ અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મ સાથે પરેડ કરી હતી અને આ રેલીમાં મોરબીના એક્સ આર્મી ઓફિસર, ક્રાંતિકારી સેના, યુવા આર્મી ગ્રૂપ  સહિતના જોડાયા હતા






Latest News