મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની જસવંતી સોનાગ્રા બીકોમ સેમ-૩ માં યુનિ. ફર્સ્ટ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની જસવંતી સોનાગ્રા બીકોમ સેમ-૩ માં યુનિ. ફર્સ્ટ

વિધાર્થીના શૈક્ષણિક ઉત્કર્ષની સાથે ચરિત્ર નિર્માણની બાબતમાં હરહમેશ કાર્યરત રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજ જેની વિધાર્થીની સોનાગ્રા જસવંતી માલાભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ બીકોમ સેમ-૩ નાં પરિણામમાં ૮૭.૧૪ ટકા મેળવીને સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને અભૂતપૂર્વ કહી શકાય તેવી સિદ્ધિ મેળવીને કોલેજ તેમજ પરિવારનું તેમજ સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે.આ ઉપરાંત આજ કોલેજની વિદ્યાર્થીની કોટેચા હેલી પરાગભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

જસવંતી માલાભાઈએ કોસ્ટ એકીઉન્ટીંગ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ  મેળવ્યા છે. આમ મોરબી જીલ્લા પ્રથમ અને દ્વિતીય બંને ક્રમે પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ રહી છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે  ધો.૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો હોય તો પણ જો યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન તેમજ પધ્ધતિસરની તૈયારી કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાંથી આવતા વિધાર્થીઓ પણ આવી ઉચ્તમ સફળતા પ્રાપ્ત કરી શકે છે.જે બાબત પી.જી.પટેલ કોલેજે પોતાના જ્વલંત પરિણામ દ્વારા યથાર્થ સાબિત કરી બતાવી છે.આ તકે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા પી.જી.પટેલ કોલેજના સમગ્ર સ્ટાફગણે સોનાગ્રા જસવંતીએ મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.






Latest News