મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલ બે રાજકોટ ખસેડાયા


SHARE





મોરબીની અણીયારી ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલ બે રાજકોટ ખસેડાયા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલી અણીયારી ચોકડીના ટોલનાકા નજીક મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા જ્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ-માળીયા હાઈવે ઉપર અણીયારી ટોલનાકા પાસે મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઇન્દ્રજીતસિંહ બળદેવસિંહ (૨૯) અને ગુરૂદર્શનસિંગ ભક્તિસિંઘ (૨૯) નામના બે યુવાનોને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપીને બંનેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રામાં વાડી વિસ્તારમાં રહેતા સલીમભાઈ કરસીયાભાઇ આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાન હળવદ પાસેના સોલડી ગામ નજીકથી બાઇક લઇને જતો હતો તે દરમ્યાનમાં બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બનેલ તે અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના રહેવાસી મથુરભાઈ ઠાકરશીભાઈ હડીયલ નામના ૫૦ વર્ષિય આધેડ ઘનશ્યામપુર ગામ પાસેથી બાઇક લઇને જતા હતા ત્યારે તેઓનું બાઇક રસ્તામાં સ્લીપ થઇ જતાં તેઓને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

દારૂની બોટલ સાથે પકડાયો

મોરબીના લાતીપ્લોટ પાસે જોન્સનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે ચકી રહીમ મોવર જાતે મિંયાણા નામના ૨૬ વર્ષીય ઇસમને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે લુક્સ ફર્નિચર નજીક અટકાવ્યો હતો અને તેની અંગ ઝડતી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની અડધી બોટલ મળી આવતા રૂપિયા ૨૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે હાલમાં તેની ધરપકડ કરીને તેણે આ બોટલ કોની પાસેથી મેળવી..? એ દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News