મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ઊભો રહેવાનુ કહેતા ન રોકાયેલા યુવાનને તેના જ મિત્રએ છરીના ઘા ઝીકયા


SHARE





મોરબીમાં ઊભો રહેવાનુ કહેતા ન રોકાયેલા યુવાનને તેના જ મિત્રએ છરીના ઘા ઝીકયા

મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાન વાળી શેરીમાં રહેતા યુવાનને તેના મિત્રએ ઊભા રહેવા માટે કહ્યું હતું ત્યારે યુવાન ઊભો રહ્યો ન હતો જેથી કરીને તે બાબતનો રોષ રાખીને યુવાનના મિત્રોએ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ તેને બીજા શખ્સે પકડી રાખ્યો હતો ત્યારે યુવાનના મિત્રએ તેને માથા, કપાળ, નાક અને ગાળના ભાગે છરી વડે ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના વાવડી રોડ ઉપર મજાક મસ્તી દરમિયાન મારામારીના બનાવ બન્યો હતો જેમાં ગઈકાલે ઈરફાન યાસીન કટિયાએ સાહિલ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આ બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ છે જેમાં સાહિલ રફિકભાઈ સેડાત (૧૬) રહે. મહેન્દ્રપરા શેરી નંબર-૧૪ મોરબી વાળાએ જણાવ્યુ છે કેવાવડી રોડ ઉપર ક્રિષ્ના પાન વાળી શેરીમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના મિત્ર ઈરફાન યાસીન કટિયાએ તેને ઊભો રહેવા માટે કહ્યું હતું જોકે તે ઊભો રહ્યો ન હતો જે બાબતનો રોષ રાખીને ઈરફાન કટિયાએ તેને ગાળો આપી હતી અને તેની સાથે ઝપાઝપી કરી હતી ત્યારે ઇરફાનની સાથે રહેલ રિયાઝ રમજાનભાઈ સોઢાએ તેને પકડી રાખ્યો હતો અને ઈરફાનએ પોતાની પાસે રહેલ છરી વડે માથા, કપાળ, નાક તેમજ ગાલ ઉપર ઇજાઓ કરી હતી માટે સાહિલને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ હાલમાં તેને ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈરફાન કટિયા અને રિયા સોઢાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News