ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

જમીન વેંચવી હોય તો અમને જ વેંચજો કહીને વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો: ગુનો નોંધાયો


SHARE











જમીન વેંચવી હોય તો અમને જ વેંચજો કહીને વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો: ગુનો નોંધાયો

વાંકાનેરના જુના વઘાસીયા ગામે રહેતા વૃદ્ધની માલિકીની જમીન વેચવા માટે થઈને તેના જ ગામમાં રહેતા બે શ્ખ્સોએ જમીન વેચવાની હોય તો અમને જ વેંચજો તેવું કહ્યું હતું ત્યારે વૃદ્ધે કહ્યું હતું કેબજાર કિંમત મુજબ જે ભાવ આપે તેને જમીન આપશું જે આરોપીને સારું લાગ્યું ન હતું જેથી તેને વૃદ્ધને ગાળો આપી હતી અને વૃદ્ધ ગાળો આપવાની ના પાડતા તેને ગાલ ઉપર લાફા ઝીકયા હતા અને ગામ છોડીને જતા રહેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જૂના વઘાસીયા ગામે રહેતા મહંમદભાઈ મીરાજીભાઈ માથકિયા જાતે મોમીન (ઉંમર ૭૦) એ હાલમાં જૂના વઘાસીયા ગામે રહેતા ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા અને ભગત ખેંગારસિંહ ઝાલાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચંદ્રપુર લાલા પાસે ફિમેન સબમર્સીબલ પંપ નામની દુકાને આવીને આરોપી ખેંગારસિંહ ઝાલા અને ભગત ઝાલાએ વઘાસીયા ગામની સીમમાં વર્તમાન કારખાનાની સામે તેઓની માલિકીની ૨૬ વીઘા જમીન આવેલી છે તે જમીન વેચવાની હોય તો અમને જ વેંચજો તેવું કહ્યું હતું ત્યારે વૃદ્ધે કહ્યું હતું કેબજાર કિંમત મુજબ જે ભાવ આપે તેને જમીન આપશું જે આરોપીને સારું લાગ્યું ન હતું જેથી તેને વૃદ્ધને ગાળો આપી હતી અને વૃદ્ધ ગાળો આપવાની ના પાડતા તેને જમણા ગાલ ઉપર ગાલ ઉપર લાફા ઝીકયા હતા જેથી વૃદ્ધને કાનમાં ધાક બેસી ગઈ હતી અને તેઓને કાનમાં તેમજ ગાલ ઉપર ઈજા પહોંચાડી હતી અને જમીન વેંચો તો અમને જ વેંચજો નહીં તો ગામ છોડીને જતા રહેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા અને ભગત ખેંગારસિંહ ઝાલાની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News