મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે જુગાર રમતા ચાર શખ્સો ૨૮.૨૬૦ ની રોકડ  સાથે પકડાયા


SHARE





મોરબીના મકનસર પાસે જુગાર રમતા ચાર શખ્સો ૨૮.૨૬૦ ની રોકડ  સાથે પકડાયા

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૮૨૬૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એક્સેલ સિરામિક પાસે ખરાબાની જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા રણછોડભાઇ કુવરાભાઇ ઝાંપડા જાતે ભરવાડ (ઉ.૬૨) રહે.રફાળેશ્વર, ભાવેશભા દાદભા મારૂ જાતે ગઢવી (ઉ.૪૯) રહે હાલ. રફાળેશ્વર મુળ રહે.ખોળ, જયદેવભાઇ હરભુવનભાઇ જોષી જાતે બ્રાહ્મણ (ઉ.૩૮) રહે.મકનસર મુળ રહે.ભટાસણા, તાલુકો વાવ અને અભેરામ ઉર્ફે અશોક રતનસિંહ જોષી જાતે બ્રાહ્મણ (ઉ.૩૦) રહે.મકનસર મુળ રહે.ભટાસણા તાલુકો વાવ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેઓની પાસેથી ૨૮૨૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના પંચાસરથી વઘાસીયા તરફ જવાના રસ્તા ઉપરથી સંજયભાઈ જીવરાજભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) રહે. પંચાસીયા ગામ વાળા પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કયું ૯૧૯૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ અજાણી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી તેઓ નીચે રસ્તા ઉપર પડી ગયા હતા અને તેને માથામાં હેમરેજ, જમણા હાથે અને ખભામાં ઇજા તેમજ પાંસળી, કમર અને હાથે-પગે ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હાલમાં ભોગ બનેલા સંજયભાઈ ચૌહાણ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે






Latest News