મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે પ્રાથમિક શાળામાં રમતોત્સવ-પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના જેપુર ગામે પ્રાથમિક શાળામાં રમતોત્સવ-પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાના જેપુર ગામે જેપુર પ્રાથમિક શાળામાં રમતોત્સવ તથા પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને બાળકોને અભ્યાસની સાથે સાથે શારીરિક, માનસિક, અને બૌદ્ધિક વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવનું આયોજન શાળાના આચાર્ય સુભાષભાઇ વી. ખાંભરા અને શાળાના સમગ્ર સ્ટાફગણ રેશુબેન એચ. માકાસણા, રોહિતભાઇ સંઘાણી, સતીષભાઇ ગોસાઇ, હાજીભાઇ સુમરા દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.અને અલગ-અલગ ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, બિસ્કીટખાવ ભૂખ્યા પક્ષી, ફુગ્ગા ફોડ, નદી પવૅત, ત્રિપગી દોડ, લોટ ફુકણી, કોથળા દોડ, સંગીત ખુરશી, ઝેરી બોલ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક રમતમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે તે માટે દરેક રમતોમાં પ્રથમ, દ્વિતીય,તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા.અને વિશેષમા પ્રતિભાશાળી બાળકો, ખાંભરા રૂત્વી સુભાષભાઈ, સાણજા ક્રિષ્ના કિરીટભાઈ, ગરચર હિરવા કાનાભાઇ આ ત્રણેય વિદ્યાર્થીઓને  પ્રમાણપત્ર તથા ઇનામો આપીને સન્માનિત કરેલ હતા






Latest News