રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક ભીંસને લઈને ટ્રાન્સપોર્ટરે ઝેરી દવા પી લેતા મોત


SHARE





મોરબીમાં આર્થિક ભીંસને લઈને ટ્રાન્સપોર્ટરે ઝેરી દવા પી લેતા મોત

મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા ટ્રાન્સપોર્ટર એ પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આર્થિક સંકળામણને લઈને તેઓએ અંતિમ પગલું ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ તેમજ અન્ય ધંધામાં કાર્યરત એવા ધર્મેન્દ્રભાઈ વિનોદચંદ્ર નાગર (ઉમર ૫૪) એ તેમની ટીંબડી પાટીયા પાસે આવેલી શ્રીજી સપ્લાયર્સ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઝેરી દવા પી લેતાં તેઓને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. હાલમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્થિક કારણોસર તેમજ ધંધો બરોબર ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હોય તે અંગેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા નિતીન જેઠાભાઇ સાગઠીયા નામના ૪૨ વર્ષીય યુવાનને તેના ઘરે તેના પિતા સાથે ઝપાઝપીમાં ઈજાઓ થતા ૧૦૮ વડે તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠા ઘુંટુ રોડ ઉપર આવેલા જીલટોપ સીરામીક નજીક કોઈ કારણોસર ફિનાઇલ પી જતા પ્રતાપભાઈ ગોકુળભાઈ મહાપાત્રા નામના ૩૦ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

એસીડ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેની જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા નિલેશ રાજેશભાઇ સોલંકી નામના ૧૮ વર્ષીય યુવાને રેલ્વે સ્ટેશન નજીક એસિડ પી લીધું હતું જેથી કરીને તેને મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.તે રીતે જ દરબારગઢ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર મગનભાઈ ચૌહાણ જાતે દરજી નામના ચાલીસ વર્ષીય યુવાને શહેરના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.બંને બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી છે.






Latest News