રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ મોરબીમાં અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતા શોપમાં ચેકિંગ, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારી ૩૮,૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE





વાંકાનેરના કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારી ૩૮૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેરના કુંભારપરા વિસ્તારની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવતા આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૮૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી છે અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરની અંદર આવેલ કુંભારપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા મેરૂભાઈ લખમણભાઇ દેકાવડિયા, રવિ ઉર્ફે કાશી કાળુભાઈ વસાણીયા, જયેશભાઈ ઉર્ફે હાલો મધાભાઈ બાંધવા, અજયભાઈ નાનુભાઈ મદ્રેસણીયા, લક્ષ્મણભાઈ દેવાભાઈ ગમારા, વિજયભાઈ નાનુભાઈ ઉઘરેજા, પરેશભાઈ રમણીકભાઈ રાવલ અને નવઘણભાઈ વજાભાઈ શામળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૮૬૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કલમાબેન જાવેદભાઈ બુખારી નામની ૨૨ વર્ષીય મહિલાએ સામાકાંઠે આવેલ બહાદુર વિલા નજીક ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા પુનમબેન ગોપાલભાઈ વરૂ નામની ૩૨ વર્ષીય મહિલાએ પણ તેના ઘેર ફિનાઈલ પી લીધુ હોય તેણીને સારવારમાં ખસેડાઇ હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામના યુનુસ કાસમભાઈ કટીયા નામના ૩૫ વર્ષીય યુવાનને બેલા ગામ નજીક છકડો રિક્ષા સાથે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.






Latest News