મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE







મોરબીમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા રણછોડભાઈ પરમારના ૧૮ વર્ષના દીકરા સુનીલે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને સુનીલના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં એએસઆઈ જયપાલસિંહ ઝાલા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આપઘાત કરી લેનાર યુવાન માનસિક અસ્થિર હતો અને તેને કોઈ કારણોસર આપઘાત કરી લીધેલ છે






Latest News