મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આઠ ચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સ પકડાયા


SHARE







મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આઠ ચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સ પકડાયા

મોરબી તાલુકાની હદમાંથી છેલ્લા ઘણા સમયથી બાઈકની ચોરીઓ કરવામાં આવતી હતી જેથી કરીને બાઇક ચોરીના ગુનાને ડિટેક્ટ કરવા માટે ટિમ કામ કરી રહી હતી ત્યારે મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી અકે કે બે નહીં પરંતુ ૯ જેટલા બાઈકની ચોરી કરનાર ત્રિપુટીને આઠ ચોરાઉ બાઇક સાથે પોલીસે ઝડપી લીધેલ છે અને હજુ પણ કેટલીક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે

 મોરબી તાલુકા પોલીસની ટીમ પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે ત્યારે સુરેશભાઈ હુંબલ, યોગીરાજસિંહ જાડેજા અને રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે લાલપર ગામ પાસે ટીમ વોચમાં હતી ત્યારે ડબલસવારી બાઈકમાં બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ત્યાંથી નીકળ્યા હતા ત્યારે તેની પાસેથી કાગળ માંગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોલીસે તેને પોલીસ મથકે લાવીને પૂછપરછ કરી હતી ત્યારે તે બાઇક સુરેન્દ્રનગરમાંથી ચોરી કર્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી ૯ મોટર સાયકલ ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી અને જેથી કરીને પોલીસે આરોપી મુકેશ ધુડાભાઇ ડાભી રહે. લાલપર મૂળ રહે. નવાગામ, સેલાભાઈ રણછોડભાઈ ચાવડા રહે. માટેલ વાંકાનેર મૂળ રહે. અમરાપર અને રમેશ મેરાભાઇ પરમાર રહે. લખધીરપુર રોડ મોરબી મૂળ રહે. સારસાણા ત્રણ શખ્સની આઠ ચોરાઉ બાઈક જેની કિંમત ૨.૪૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આ કામગીરી પીઆઈ વિરલ પટેલની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા, સુરેશભાઈ હુંબલ, નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઈ આગલ, જયેશભાઈ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા, પંકજભા ગુઢડા અને રવિભાઈ કીડિયાએ કરી હતી






Latest News