મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબી શહેરના વિસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ગુલાબનગરમાં રહેતા સાગર ચતુરભાઈ દારોદરા જાતે કોળી (ઉંમર વર્ષ 22) નામના યુવાનને કિશનભાઇ જેસંગભાઇ કોળી તથા તેના પિતા જેસંભાઈ ખીમાભાઈ કોળીએ માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સાગરભાઇ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે આરોપી જેસંગભાઈ ખીમાભાઈ કોળીના ભાઈની દીકરીના પરિચયમાં હોય તે બાબતે તેને ગાળો આપવામાં આવી હતી અને કિશનભાઇએ તેને નલીયાના છુટા ઘા મારીને પગમાં ઇજા કરી હતી અને કપાળમાં પણ ઈજા કરી હતી તો જેસંગભાઈએ કુહાડી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News