મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બનનાર મેડીકલ કોલેજની સામેના ભાગમાં સરકારી ખરાબામાં થયેલ દબાણ હટાવવા સીએમને રજૂઆત


SHARE







મોરબીમાં બનનાર મેડીકલ કોલેજની સામેના ભાગમાં સરકારી ખરાબામાં થયેલ દબાણ હટાવવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં નવી બનનાર મેડીકલ કોલેજની સામેના ભાગમાં સરકારી ખરાબામાં કરવામાં આવેલ દબાણને દૂર કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  દ્વારા રાજ્યના સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીનો નેશનલ હાઇવે ૮અ થી રાજકોટ સુધીના રોડને ફોરલેનમાં ફેરવવાનું કામ ગોકળ ગાયની ગતિએ વર્ષોથી ચાલે છે.  આ કામમાં ઓવર બ્રીજના કામો ખુબજ ધીમીગતિ એ ચાલે છે. ત્યારે મોરબીના ધારાસભ્ય  અને ગુજરાત સરકારના મંત્રી દ્વારા પણ રજુઆતો કરેલ હોવા છતાં પણ આ કામની ગતિમાં કોઈ ફેરફાર થયો નથી. આ નવા બનતા રોડ ઉપર ખુબજ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. અને અવાર નવાર નાના વાહનોના અકસ્માતો થાય છે ત્યારે લજાઈ જંકશન થી ૮અ નેશનલ હાઈવે સુધી બંને બાજુએ સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબી જીલ્લામાં નવી બનનાર મેડીકલ કોલેજ માટે સ્થળ નક્કી કરવામાં આવેલ છે. જે શનાળા ગામના સરકારી ખરાબો સર્વે નંબર ૩૩૪ આવેલ છે. આ સર્વે નંબરની સામે સરકારી  ખરાબા સર્વે નંબર ૨૩૦ આવેલ છે. આ સરકારી ખરાબા સર્વે નંબર ૨૩૦ માં હાલમાં માથા ભારે લોકો દ્વારા દબાણ  કરીને બાંધકામો કરીને તેમજ ફેન્શિંગ કરીને વાપરવાનું ચાલુ કરેલ છે. જો આવું જ ચાલશે તો જયારે કોલેજ થશે ત્યારે અહી આવારાતત્વોનો અડો થઇ જશે માટે આ દબાણ કરનાર તત્વો સામે લેન્ડ ગેબ્રિંગ એકટ હેઠળ ગુનો દાખલ  કરીને દબાણ હટાવવા કામ કરવાની માંગ કરેલ છે અને જો યોગ્ય કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News