મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ


SHARE







મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ

મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગુરુવારે મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોના જુદાજુદા વિભાગને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સૂચના આપી હતી આ તકે ખેતીવાડી, સિંચાઈ, કેનાલ, મહેસુલ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત, આરોગ્ય, રેલવે સહિતના પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર આવે તે માટે જુદીજુદી રજૂઆતો આવી હતી વધુમાં સ્થાનિક આગેવાનો તેમજ સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, નિલેષભાઈ જેતપરિયા, કિરીટભાઇ ઓગણજા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, સામાજિક આગેવાન સતિષભાઇ કાનબાર સહિતના આગેવાનોએ પણ મંત્રીની મુલાકાત કરી હતી અને મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક સિગ્નલ મૂકવા માટે રજૂઆત કરી હતી જેથી કરીને આગામી સમયમાં ટ્રાફિક નિયમન કરવા સિગ્નલ મુકી સમસ્યાનો અંત લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા અધિકારીને મંત્રીએ કહ્યું હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ચંદુભાઈ હુંબલ, ભાજપ આગેવાન કે.કે. પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા






Latest News