હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

માળીયાના કુંતાસી ગામની શાળાની કૃતિ તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળા વિજેતા


SHARE









માળીયાના કુંતાસી ગામની શાળાની કૃતિ તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળા વિજેતા

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ દ્વારા દર વર્ષે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિને લીધે વર્ચ્યુઅલ મોડથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં કુંતાસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સોઢીયા આરવ અને અઘારા ભવ્યએ શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનાં માર્ગદર્શન નીચે વિભાગ-૧ માં પાણીની મહત્તમ બચત થઈ શકે તેમજ ઇલેક્ટ્રિસીટીનાં ઉપયોગ વિના હવાનાં પ્રેશરથી ચાલતા 'ઈકો ફ્રેન્ડલી પ્રેશર વોટર પંપ' ની કૃતિ રજુ કરી હતી. જે કૃતિને મૂલ્યાંકન સમિતિ દ્વારા પસંદ કરવામાં આવી છે જેથી જિલ્લાકક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં આ કૃતિને રજૂ કરશે




Latest News