મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર જય રહેલા બાઈક ચાલકને કાર ચાલકે પાછળથી હડફેટે લીધી હતો અને કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી નાશી ગયો હતો જો કેબાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા શીવાભાઈ ડાયાભાઈ ખાણધર જાતે સથવારા (ઉંમર ૬૭) એ કાર ચાલક સામે અકસ્માતની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો દીકરો કરણભાઈ શીવાભાઈ ખાણધર (ઉંમર ૩૬) પોતાનું બાઇક નંબર જીજે ૩ સીએફ ૨૨૩૫ લઈને રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલ કટ પાસેથી પાનેલી તરફ જવાના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઇને ઘટના સ્થળેથી નાસી ગયેલ હતો જો કેકરણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News