મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : કેન્સર દીને યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE







મોરબી : કેન્સર દીને યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ
 
મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ કેન્સર ડે નિમિતે લોકો આ જીવલેણ બીમારીથી બચે તે માટે તેમને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરો શહેરના જાહેર વિસ્તારોમાં ફરીને બેનેરો પ્રદર્શિત કરીને લોકોમાં કેન્સર સામે જાગૃતિ લાવી ખાસ કરીને યુવાવર્ગ આ જીવલેણ બીમારીથી બચે તે માટે યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.
 
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વર્લ્ડ કેન્સર ડે નિમિતે કેન્સર વિરોધી જનજાગૃતિ અભીયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કેન્સર જેવી પ્રાણઘાતક બીમારીથી લોકો બચે તેમજ જે લોકો નિયમિત વ્યસન કરતા હોય તે વ્યસનથી દુર રહે અને કેન્સરથી બચે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરો દ્વારા કેન્સર વિરોધી પોસ્ટર સાથે શહેરભરમાં ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના નવા બસસ્ટેન્ડ, શનાળા રોડ, ઉમિયા સર્કલ, બાયપાસ, ભક્તિનગર સર્કલ, સ્કાઈ મોલ, વીસી ફાટક, નટરાજ ફાટક સહિતના જાહેર વિસ્તારોમાં કેન્સર સામે જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું.સાથેસાથે દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાતા યુવાનો આ મહારોગથી દુર રહે તે માટે તેમને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.





Latest News