બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના ઘાટીલા ગામ પાસેથી બે ચોરાઉ બાઈક સાથે જેલમાંથી પેરોલ ઉપર છુટેલો એક શખ્સ ઝડપાયો


SHARE







માળીયા (મી) તાલુકાના ઘાટીલા ગામ પાસેથી બે ચોરાઉ બાઈક સાથે જેલમાંથી પેરોલ ઉપર છુટેલો એક શખ્સ ઝડપાયો

માળીયા તાલુકાના ઘાટીલા ગામ થી રણ તરફ જવાના રસ્તા ઉપર માળિયા તાલુકો પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સ શંકાસ્પદ બે મોટરસાયકલ સાથે મળી આવ્યો હતો જેથી કરીને તેની પૂછપરછ કરવામાં આવતા તે બંને ચોરાઉ બાઇક હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે કુલ મળીને 40 હજાર રૂપિયાની કિંમતના બાઇક કબજે કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર બાઈક  ચોરી ની ઘટનાઓ છેલ્લા દિવસોમાં વધી રહી છે જેથી કરીને બાઇક ચોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે માળિયા તાલુકા પોલીસની ટીમ ઘાટીલા ગામની સીમથી રણમાં જવાના રસ્તે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સ બે શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવ્યો હતો જેથી કરીને તેની પૂછપરછ કરી હતી અને પકડાઈ શખ્સનો ગુનાહીત ઇતિહાસ ઇગુજકોપમાં સર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયો હતો અને અત્યારે સબ જેલમાંથી પેરોલ રજા ઉપર છૂટેલ છે અને તેની પાસે બે મોટરસાયકલ મળી આવ્યા હતા તેને પોકેટ કોપ તથા ઇગુજકોપ માં સર્ચ કરતાં તે બંને મોટરસાયકલ અન્ય માલિકના હોવાનું સામે આવ્યું હતું.

જેથી કરીને પોલીસે સુનિલભાઈ ભાવસિંગ ભાઈ નાયકા (ઉમર 24) રહે મૂળ છોટાઉદેપુર હાલ ઘાંટીલા ગામની સીમ દલસુખભાઈ પટેલ ની વાડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેની પાસેથી જેવી બાઈક મળી આવ્યા છે તેમાં પ્લેટીન બાઇક નંબર જીજે 36 ડી 8749 જેની કિંમત 15,000 હળવદ તાલુકાના ટીકર ગામે થી ચોરી કરી હોવાની તેણે કબૂલાત આપેલ છે અને તેની પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર આઈ-સ્માર્ટ સિલ્વર કલરનું બાઈક જેના નંબર નથી તે મોરબીની આયુષ હોસ્પિટલ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપેલ છે આમ બે બાઈક ચોરીના ગુનાનો ભેદ માળિયા તાલુકા પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે.






Latest News