મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે કારખાનામાં લોડરની હડફેટે લઇને બે મહિલાના મોત નિપજાવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના મિતાણા પાસે કારખાનામાં લોડરની હડફેટે લઇને બે મહિલાના મોત નિપજાવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ કારખાનામાં લોડરના ચાલકે લોડર અને દિવાલની વચ્ચે બે મહિલાઓને દબાવી દીધી હતી જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલ બે મહિલાઓના મોત નિપજયા હતા હાલમાં આ બનાવમાં લોડરના ચાલકની સામે મૃતક મહિલાના પતિની ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ એન્ટીટી માઇન રોક એલએલપી જીપ્સમ બોર્ડના કારખાનાની અંદર રહેતા અને મજૂરીકામ કરતાં શાંતિલાલ વાલસીંગ બામને જાતે આદિવાસી (ઉંમર વર્ષ 22) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર નંબર જીજે 3 ઇએ 9576 ના ચાલક શૈલેષભાઈ બાબુભાઈ ઘેટીયા જાતે પટેલ (ઉમર 35) રહે, ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ 25/12 ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં કારખાનાની અંદર આરોપી લોડર મશીન દિવાલની પાસે ઊભુ રાખી રહ્યો હતો ત્યારે લોડર આગળ ધસી આવતા લોડરની સુપડી અને દિવાલ વચ્ચે ફરિયાદી શાંતિલાલભાઈના પત્ની કમાબેન શાંતિલાલ બામને (ઉંમર વર્ષ 22 ) અને શૈલેષભાઈ ધાણકાના પત્ની શુકલીબેન શૈલેષભાઈ ધાણકા (ઉંમર 19) દબાઈ ગયા હતા જેથી કરીને બંનેને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તે બંનેના મોત નિપજ્યા હતા.આ બનાવ માં હાલમાં શાંતિભાઈ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે લોડર  ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News