મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે
Breaking news
Morbi Today

મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી


SHARE







મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી

સેવા મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત આજે મોરબીમાં માર્ગ સલામતી માટે પોલીસ પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના એસપી મુકેશ પટેલ દ્વારા આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ એસપી ઓફિસથી લઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધીની બાઈક રેલીનું માર્ગ સલામતી અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીનું પ્રસ્થાન મોરબીના એસપી મુકેશ પટેલ દ્વારા કરવવામાં આવ્યું હતું અને રેલીમાં મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ તથા એ ડિવિઝન, બી ડિવિઝન અને એસઓજીના પીઆઇ તેમજ પીએસઆઇ અને અન્ય કર્મચારી તથા ટીઆરબીના જવાનો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા હતા અને પોલીસ અધિકારીઓએ તેમજ કર્મચારીઓ અને ટીઆરબીના જવાનોએ બાઈક રેલીમાં હેલ્મેટ સાથે બાઇક ચલાવી હતી અને લોકોને માર્ગ સલામતી રેલી સાથે હેલ્મેટ પહેરવા માટેનો મેસેજ પણ આપવા આપવામાં આવેલ હતો. અને ખાસ કરીને મોરબી શહેર અને જિલ્લાના લોકો જ્યારે બાઈક લઈને પોતાના કામ કાજે જતાં હોય છે ત્યારે હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના નિયમોને અનુસરે તેના માટે થઈને સેવા મેરા યોગદાન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા આ બાઈક રેલનું આયોજન કરવામાં આવ્યું હતું




Latest News