વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે
મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન
SHARE
મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન
મોરબીના રવાપર રોડે આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે આજે રાતે અધ્યયન મંડળ દ્વારા 59 માં માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શ્રોતાઓએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.
મોરબી અધ્યયન મંડળ દ્વારા ભાદરવા સુદ તેરસ તા 24 ને ગણપતિ દાદાના વિસર્જનની સંધ્યાએ ગુરુવારે રાત્રે 9 વાગ્યે 59 માં માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા મોરબીના રવાપર રોડે આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે રાખવામા આવેલ છે. આ કાર્યશાળામાં મોરબીના પ્રખર આર્યસમાજી, તજજ્ઞ, વક્તા એવા વિજયભાઈ રાવલ જેઓ સંધ પ્રેરિત પંચ પરિવર્તન કથા વિષય પર વક્તવ્ય આપશે જેથી કરીને શ્રોતાઓએ સમયસર ઉપસ્થિત રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે ખાસ કરીને આ કાર્યશાળામાં પ્રેક્ષકો સાથે પણ ચર્ચા પણ કરવામાં આવશે. ઉલેખનીય છે કે, છેલ્લા સાડા ચાર વર્ષથી સાતત્યપૂર્ણ રીતે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે. અને રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા)માં જોડાવવા મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશ પનારા અને સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલએ જણાવ્યુ છે.