મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા


SHARE























મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા

મોરબીના લોકો અનેકવિધ સેવાઓ કરવા માટે જાણીતા છે, કોઈ આર્થિક સહયોગ આર્થિક અનુદાન આપી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તો કોઈ શ્રમદાન થકી સેવાકીય પ્રવૃત્તિ કરી મોંઘો મનુષ્યદેહ મળ્યો છે એને સાર્થક કરતા હોય છે ત્યારે મોરબીના મૂળ ગાળા ગામના નિવૃત શિક્ષક શાંતિલાલ પાડલીયા કે જેઓ સુરત ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતા, વયમર્યાદાના કારણે નિવૃત થયા અને વતન મોરબીમાં પરત ફર્યા તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત ભલે થયા છતાં ચોક અને ડસ્ટર છોડ્યા નહી, નિવૃત્તિ પછી પણ વિદ્યાર્થીઓને ભણાવવાની પ્રવૃત્તિ શાંતિલાલ પાડલીયાએ ચાલુ રાખી છે,તેઓ વજેપરવાડી, સભારાવાડી માધાપરવાડી સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં આવીને નિયમિત રીતે પોતાના ટાઈમ, ટિફિન અને ટીકીટ સાથે વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનું શિક્ષણ આપે છે તેમજ કોમન એન્ટર ટેસ્ટ CET ની પરીક્ષા માટેની તૈયારી કરાવે છે,સાચા જવાબ આપે એ વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઈનામ આપી પ્રોત્સાહન પણ આપે છે,નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતાં શાંતિલાલ પાડલીયાને શાળા પરિવાર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવેલ છે અને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ પુસ્તક અર્પણ કરી કર્મઠ શિક્ષકને શાળા વતી વંદન સાથે અભિનંદન પાઠવેલ છે,










Latest News