મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો


SHARE







મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો

મોરબીમાં આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા તાજેતરમાં ભરતનગર ગામે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 40 દર્દીઓએ લાભ લીધો હતો. અને દર્દીઓની વિવિધ ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓની તપાસ કરી તેમને જરૂરી સારવાર, માર્ગદર્શન તથા ફિઝીયોથેરાપી અંગેની સલાહ આપવામાં આવી હતી. આ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. દિક્ષીતા વોરા અને ડૉ. ભક્તિ અંબાસણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બીજા વર્ષના બી.પી.ટી.ના 14 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક સંચાલન ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓએ દર્દીઓની તપાસ અને સારવારમાં સહભાગી બનવા ઉપરાંત, તમામ ડૉક્ટરો સાથે મળીને સ્થાનિક લોકોમાં ફિઝીયોથેરાપી શું છે, તેના વિવિધ ઉપયોગો અને સ્વાસ્થ્યલક્ષી લાભો અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લીધો હતો. મોરબી શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી તથા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન થતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.




Latest News