મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં મકાનમાંથી 1.37 લાખના વાયરની ચોરી કરનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE







મોરબીના રોહીદાસપરામાં મકાનમાંથી 1.37 લાખના વાયરની ચોરી કરનારા ત્રણ શખ્સોની ધરપકડ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેના ઘરની અંદરથી વાયર ના જુદા જુદા બંડલોની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને કુલ મળીને 1.37 લાખ રૂપિયાની કિંમતના વાયરની ચોરી કરવામાં આવેલ હતી માટે ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં વાયરની ચોરી કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રોહીદાસપરામાં હનુમાનજી મંદિર પાસે ખાડા વિસ્તારમાં રહેતા સુરેશચંદ્ર શ્રીભવાનીપ્રસાદ મિશ્રા (ઉંમર વર્ષ 45) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરેશભાઈ જગદીશભાઈ સારેસા, મુકેશભાઈ હરિભાઈ ચાવડા અને રજાકભાઈ લતીફભાઈ કચ્છીની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં યુવાને ફરિયાદ નોંધાવી હતી તેમાં તેણે જણાવ્યું હતું કે તેના મકાનના પાછળના ભાગે બારીનો કાચ તોડીને ત્યાંથી દરવાજાના લોકને ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને જુદા જુદા વાયરના કુલ મળીને સાત બંડલની ચોરી કરી હતી જેની કુલ મળીને કિંમત 1.37 લાખ રૂપિયાના વાયર આરોપીઓ ચોરી ગયા હતા આ ચોરીની ફરિયાદ લઈને પોલીસે હાલમાં ચોરીના ગુનામાં હરેશભાઈ જગદીશભાઈ સારેસા, મુકેશભાઈ હીરાભાઈ ચાવડા અને રજાક લતીફભાઈ કચ્છી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે






Latest News