રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે


SHARE







મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે

મોરબીમાં વિમા કંપની દ્વારા વીમો આપવાની ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા વિમેદારને રકમ ચૂકવવા ગ્રાહક અદાલતે હિકમ કરેલ છે.

આ કેઈસની વિગત એવી છે કે, મોરબીના રહીશ શારદાબેન નવલભાઈ વણપરીના પતિ નવલભાઈનું અવસાન થતા તેને આધાર ફાયનાન્સમાંથી મકાનની લોન લીધેલ હતી.આધાર ફાયનાન્સ દ્વારા પ્રેમરીકા લાઈફ ઈન્સ્યુરન્સનો વિમો લેવામાં આવેલ હતો અને પોલીસીમાં તમામ બિમારી આવરી લેવામાં આવેલ હતી.વિમાના તમામ કાગળો સમય મર્યાદામાં રજુ કરેલ છતાં વિમા કંપનીએ રેપ્યુડલેટરને કારણે વિમો નામંજુર કરેલ.ગ્રાહક અદાલતના નામદાર ન્યાયમૂર્તિએ જણાવેલ ગ્રાહકે વિમાનું પ્રીમીયમ ભરેલ છે એથી લેટસી રોગ વચ્ચે કોઈ સબંધ નથી.જો સ્યુસાઈડ કરેલ હોય તો પણ ૮૦ ટકા આપવુ જરૂરી છે માટે ગ્રાહકે ૩૫ હપ્તા ભરેલ છે જે વિમા પોલીસીના કરારમાં આવે છે માટે વિમા કાં. એ શારદાબેનને રૂા.૮,૮૦,૨૭૯ અને રૂા.૨,૦૦૦ ખચર્ના ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ ફરમાવેલ છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપ પ્રમુખ હિતષભાઈ મહેતા (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે બહાદુર વિલાસ અતિથિ ગૃહ નવા ફાયર સ્ટેશનની સામે તા.૧૮ ને રવિવારે સવારે ૮ થી ૧ ખેડુત હાટ યોજાશે.મોરબીને ગ્રિન સીટી બનાવવા માટે દરેક જાતના રોપા રાહત ભાવે તેમજ ફળ ફૂલ કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દેશી ખાતર શુધ્ધ ચોખ્ખુ મધ, ગાયનું ઘી,દરેક પ્રકારની આયુર્વેદ દવાઓ, લાકડાના બ્રશ દાંતિયા અગરબત્તી ગુગળ કપુર ધુપ કોફી સ્ક્રેબ દીવાળી ના કોડીયા હાથ બનાવટની તાવડી પાટીયા કુંડા ફાઈબરનાં કુંડા સાબુ સેમ્પુ મળશે તેમ પ્રમુખ વી.ડી. બાલા, પ્રકાશભાઈ ચબાડ, રામભાઈ આહિરએ જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના ત્રીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.




Latest News