રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ


SHARE







કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ

મોરબી શહેર નહીં પરંતુ જિલ્લાની નંબર કહી શકાય તેવી શક્તિ ચોક ગરબી આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, અહી બાળાઓ દ્વારા એકથી એક ચડિયાતા અવનવા રાસ ગરબા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે આ વર્ષે શક્તિ ચોક ગરબી ખાતે કેરળના પ્રસિદ્ધ થેયમ નૃત્ય રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેને માણવા માટે થઈને હજારોની સંખ્યામાં જનમેદાની ઉમટી પડી હતી અને થેયમ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા

મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે છેલ્લા 44 વર્ષથી શક્તિ ચોક ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ દ્વારા માતાજીના ગરબા પર બાળાઓ દ્વારા રાસ રજુ કરવામાં આવે છે જેથી આ ગરબીના રાસ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી અહી માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમ્યાન અંગારા રાસ, માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. જો કે આ વર્ષે ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત કેરળના પ્રસિદ્ધ થૈયમ નૃત્ય રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જે જોવા માટે થઈને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

વધુમાં ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ તૈયાર કરવા માટે દોઢથી બે મહિના સુધી પ્રેકટીશ કરવામાં આવે છે. ત્યાર બાદ “માઁ શક્તિના ચાચર ચોક”માં બાળાઓ દ્વારા રાસને લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે. અને અહી નવરાત્રી દરમ્યાન જે રાસ ગરબા રજુ કરવામાં આવે છે તેને જોઇને લોકો પણ મંત્ર મુગ્ધ થઇ જાય છે ખાસ કરીને અર્વાચીન રસોત્સવના આધુનિક યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખીને બાળાઓ દ્વારા ગરબીમાં રાસ રજૂ કરવામાં આવે છે જો કે, ગરબી જળવાઈ રહે તે માટે લાઇટિંગ, ડેકોરેશન અને જુદાજુદા રાસમાં થોડો આધુનિક ટચ આપવામાં આવે છે જો કે, અહીની બાળાઓ જે અવનવા રાસ તૈયાર કરીને લોકોની સમક્ષ રજૂ કરે છે. તે સમગ્ર મોરબી શહેર નહીં પરંતુ જિલ્લામાં કોઈ જગ્યાએ જોવા મળતા નથી એટ્લે જ તો આ ગરબીને મોરબીની નંબર વન ગરબી કહેવામા આવે છે.

ગત વર્ષે અહીંની એક બાળા દ્વારા 50 ફૂટ ઊંચો અને 50 ફૂટ પહોળો ચણિયો પહેરીને લોકોની સમક્ષ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જયારે આ વર્ષે સુપરહીટ ફિલ્મ કાંતારા માં દેવ શક્તિ આવે ત્યારે જે નૃત્ય કરવામાં આવતું હોય છે તે થૈયમ નૃત્ય રાસ લોકો સમક્ષ રજૂ કરવામાં આવેલ હતો. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાલમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને આધુનિકતાની વચ્ચે શેરી ગરબા અને ગરબીનું મહત્વ દિવસેને દિવસે ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબ જ મેહનત કરવામાં આવી રહી છે તે હક્કિત છે મોરબીમાં શક્તિ ચોક સહીત આંગળીના ટેરવે ગણી શકાય તેટલી પ્રાચીન ગરબીઓ થાય છે જ્યાં લોકો બાળાઓના રાસને જોવા માટે જાય છે આ ગરબીના ચાચર ચોકમાં જયારે થૈયમ નૃત્ય રાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે જાણે કે, સાક્ષાત માતાજી ચાચર ચોકમાં આવ્યા હોય તેવી લોકોને અનુભૂતિ થઈ હતી.




Latest News