મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય


SHARE









મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા નવું ભાડા વિધેયક પસાર કરાયું છે જેનો ઠેરઠેર વકીલો દ્વારા વિરોધ કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા આ વિધેયકના વિરોધમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને આગામી તા 5 સુધી કોર્ટ કાર્યવાહીથી વકીલોએ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આટલું જ નહીં પરંતુ અચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આગેચણિયા પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ ભાડાના કેસની કાર્યવાહી જેએમએફસી કોર્ટમાં કરવામાં આવતી હતી જો કે, નવા વિધેયક મુજબ આ સત્તા મામલતદાર અને પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. જેથી ભાડુઆત અને ભાડાને લગતા જુદાજુદા કેસ જેએમએફસી કોર્ટમાં યોગ્ય પુરાવા ધ્યાને લઈને નિકલા કરવામાં આવતા હતા અને કેસ ચલાવવામાં આવતા હતા જો કે, વહીવટી તંત્ર પાસે આવી કોઈ સત્તા કે જોગવાઈ નથી. અને આ નવા વિધેયકથી મિકલત ધારકો અને લોકોને નુકસાન જવાની અને અન્યાય થવાની શક્યતાઓ વધી જાય છે. અંતમાં વકીલોએ કહ્યું હતું કે, વહીવટી અધિકારીઓ પાસે વકીલોની જેમ કેસ ચલાવવાનું પૂરતું નોલેજ હોતું નથી. જેથી ભાડુઆત અને ભાડાને લગતી તમામ તકરારો કોર્ટમાં જ ચાલવી જોઈએ તો જ પ્રજાને ન્યાય મળી શકશે. જેથી નવા ભાડા વિધેયકમાં સુધારો કરવામાં આવે તેવી મોરબીના વકીલોએ માંગ કરી છે.




Latest News