મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર


SHARE









મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાને સીલ કરવા માટે થઈને મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી ત્યારે સ્થળ ઉપર મહિલાઓ, વેપારીઓ સહિતના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ત્યાં કતલખાના ચલાવતા વેપારીઓ પાસે વર્ષો જૂના નગરપાલિકાના લાયસન્સ હતા તેના પુરાવાઓ તેઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેથી હાલ કામગીરી ઉપર બ્રેક લગાવવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી તેમ છતાં પણ ગેરકાયદે કતલખાના ચાલુ હોવાના સંયોગીક પુરાવાઓ ધ્યાને આવ્યા હતા જેથી ગેરકાયદે કતલખાના સીલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જો વેપારીઓ દ્વારા લાયસન્સ ન મળે ત્યાં સુધી કતલખાના બંધ રાખવા માટેની લેખિતમાં કરી આપવામાં આવશે તો મિલકત સીલ કરવા માટેની કામગીરી પર બ્રેક લાગશે નહીં તો મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું.

મોરબીમાં ખાટકીવાસ વિસ્તારમાં ગેરકાયદે કતલખનાઓને બંધ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ મહાપાલિકા દ્વારા ગેરકાયદે કતલખાના ચલાવતા 14 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી દરમ્યાન શનિવારે ગેરકાયદે કતલખાનાઓને સીલ કરવા માટે મહાપાલિકાની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક વેપારીઓ અને મહિલાઓ સહિતના લોકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો અને તેની પાસે વર્ષો જૂના પાલિકા વખતના જે લાયસન્સ હતા તે તથા નગરપાલિકા વખતે મટન માર્કેટ બનાવવા માટે જે ફી લેવામાં આવી હતી તેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જેથી કામગીરીને હાલ પૂરતી બંધ રાખવામાં આવી હતી

ત્યારે બાદ ખાટકીવાસના વેપારીઓ મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા માટે તેને પહોંચ્યા હતા અને વેપારીઓએ જણાવ્યું હતું કે વર્ષોથી ખાટકીવાસમાં કતલખાના ચાલી રહ્યા છે અને અગાઉ નગરપાલિકા હતી ત્યારના તેઓની પાસે લાયસન્સ પણ છે જોકે, વર્ષ 2019 થી તેઓના કતલખાનાના લાયસન્સ રીન્યુ કરવામાં આવેલ નથી અને હવે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારે મહાનગરપાલિકાના નિયમ મુજબ તેઓને લાયસન્સ આપવામાં આવે તેવી કાદીરભાઈ સહિતના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વધુમાં સ્થાનિક વેપારી અલ્તાફભાઈએ જણાવ્યું હતું કે, ખટકીવાસમાં ચાલતા કતલખાનાઓના કારણે સીધી કે આડકતરી રીતે રિક્ષા ચાલકો, કરિયાણા વાળા સહિત 1000 થી વધુ લોકોને રોજગારી મળી રહે છે જો કતલખાના બંધ થશે તો તે લોકોની રોજગારી છીનવાઈ જશે.

મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે ખાટકીવાસમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરવા માટે અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી અને કતલખાના બંધ કરાવ્યા હતા તેમ છતાં પણ કતલખાના ચાલુ હોવાના સંયોગી પુરાવાઓ મળ્યા હતા જેથી ત્યાં કતલખાના સીલ કરવા માટે આજે મહાપાલિકાની ટીમ પહોંચી હતી જો કે, ત્યાંના વેપારીઓ દ્વારા લાયસન્સ ન મળે ત્યાં સુધી કતલખાના બંધ રાખવા માટેની લેખિતમાં બાંહેધરી આપવામાં આવશે તો હાલ કતલખાના સીલ કરવા માટેની કામગીરી નહીં કરવામાં આવે પરંતુ જો બાહેંધરી નહીં આપવામાં આવે તો મહાપાલિકા દ્વારા ગેરકાયદે કતલખાનાને સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.




Latest News