મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ


SHARE









મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ

મોરબીમાં આવેલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિરપર કેમ્પસ ખાતે રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખીને જુદાજુદા બે કાર્યક્રમ યોજાયા હતા જેમાં દેશપ્રેમ, કર્તવ્યભાવ અને રાષ્ટ્રીય મૂલ્યોની નવી ચેતના પ્રગટાવી હતી.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવયુગ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સ્ટાફ સેમિનારમાં પ્રખર વક્તા આચાર્ય ગોપાલજીએ રાષ્ટ્રહિત, શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે ઓજસ્વી અને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. આચાર્ય ગોપાલજીએ જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ આવનારી પેઢીના વિચાર, સંસ્કાર, ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું ઘડતર કરનાર રાષ્ટ્રશિલ્પી છે. દેશની આવનારી પેઢીના સાચા રક્ષક તરીકે શિક્ષકની જવાબદારી અત્યંત વિશાળ અને મહત્ત્વપૂર્ણ છે.

વધુમાં તેઓએ આધુનિક ટેક્નોલોજીના જવાબદારીપૂર્વક ઉપયોગ, દેશહિતની ભાવના, માનવતા, સહજતા, સંવેદનશીલતા અને રાષ્ટ્રીય મૂલ્યોના જતન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટેક્નોલોજી વિદ્યાર્થીઓને જ્ઞાનવાન બનાવી શકે છે, પરંતુ તેમને સંસ્કારી, માનવતાસભર અને રાષ્ટ્રનિષ્ઠ નાગરિક બનાવવાનું કાર્ય શિક્ષક જ કરી શકે છે આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનું યોગદાન અનન્ય છે. એક સીમા પર અડીખમ રહીને દેશની રક્ષા કરે છે, જ્યારે બીજો વર્ગખંડમાં જ્ઞાન, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કરીને દેશનું ભવિષ્ય ઘડે છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે આવા રાષ્ટ્રભાવનાસભર કાર્યક્રમો યોજાવાએ અમારા સમગ્ર નવયુગ પરિવાર માટે ગૌરવની બાબત છે.” અને અંતમાં તેઓએ વીર સૈનિકો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આચાર્ય ગોપાલજીના પ્રેરણાદાયી માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News