મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE









ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છની ઐતિહાસિક ધરોહર અને વિશ્વવિખ્યાત હડપ્પન સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાને દેશના અતિ મહત્વના સ્મારકોની ‘કેટેગરી-A’ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે જેથી કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઇએ આ નિર્ણયને આવકારી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, “ધોળાવીરા માત્ર કચ્છ કે ગુજરાતની ઓળખ નથી, પરંતુ ભારતની હજારો વર્ષ જૂની સમૃદ્ધ સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને શહેરી આયોજનની વિશ્વ સમક્ષ સાક્ષી આપતી અમૂલ્ય ધરોહર છે. ધોળાવીરાને કેટેગરી-Aનો દરજ્જો મળવો સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ છે.” કેન્દ્ર સરકાર દ્વારા પ્રાચીન સ્મારકોના સંરક્ષણ સંબંધિત નિયમોમાં કરવામાં આવેલા સુધારા અંતર્ગત દેશના સંરક્ષિત સ્મારકોને મહત્વની શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં ધોળાવીરાને સર્વોચ્ચ ગણાતી કેટેગરી-Aમાં સ્થાન મળ્યું છે. આ સાથે ધોળાવીરા હવે તાજમહેલ, લાલ કિલ્લો અને હમ્પી જેવા દેશના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્મારકોની હરોળમાં સ્થાન પામ્યું છે. 

સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, “ધોળાવીરાને મળેલું આ રાષ્ટ્રીય મહત્વ કચ્છમાં વારસા આધારિત પ્રવાસન, પુરાતત્વીય સંશોધન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની તક ઊભી કરશે. દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે ધોળાવીરાનું આકર્ષણ વધુ વધશે, જેના પરિણામે કચ્છના સ્થાનિક પ્રવાસન અને આર્થિક પ્રવાહને પણ લાભ મળી શકે છે.” નવા દરજ્જા સાથે ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં મદદ મળશે. સ્મારકની આસપાસના પ્રતિબંધિત અને નિયંત્રિત વિસ્તારોમાં બાંધકામ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે લાગુ પડતી મંજૂરી અને નિયંત્રણની જોગવાઈઓનું વધુ કડક પાલન થશે. સાથે જ સ્મારકની સુરક્ષા, મુલાકાતીઓ માટેની સુવિધાઓ અને વ્યવસ્થાપનને પણ નવી દિશા મળશે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ પ્રધાનમંત્રી, કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો
સાંસદએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News