બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ
SHARE
મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત
મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ફરિયાદી તરફે મહત્વનો ચૂકાદો આપવમાં આવેલ છે.જેમાં બેંક દ્વારા સબસિડી અરજી અપલોડ કરવામાં બેદરકારી બદલ જાના સ્મોલ ફાયનાન્સ બેંકને રૂા.૨,૬૭,૦૦૦ વ્યાજ સાથે ચૂકવવા હુકમ ફરમાવતી મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા તા.૨૭-૭-૨૬ ના રોજ આપવામાં આવેલા ચૂકાદામાં ફરિયાદીની તરફેણમાં જાના સ્મોલ ફાયનાન્સ બેંક તથા તેના સંબંધિત મેનેજર-એજન્ટો વિરુદ્ધની ફરિયાદ મંજૂર કરવામાં આવેલ છે
ફરિયાદીએ સામાવાળા બેંક પાસેથી તા.૨૯-૧૧-૨૦૨૦ ના રોજ હોમલોન લીધી હતી.જે અન્વયે સરકારશ્રીની યોજના હેઠળ ફરિયાદીને સબસિડી મળવાપાત્ર હતી.બેંક દ્વારા આ સબસિડી અરજી નિયત સમયમર્યાદામાં અપલોડ કરવામાં બેદરકારી અને વિલંબ દાખવવામાં આવતાં ફરિયાદીને સરકારી સબસિડીના લાભથી વંચિત રહેવું પડેલ.જે બેન્ક અને તેના કર્મચારીની બેદરકારી અને સેવામાં ક્ષતિ હોવા અંગેની ફરિયાદી તરફે વકીલ યોગેશ આર. પારેજીયા અને વકીલ હર્ષ એ.ભીમાણીની ધારદાર દલીલો ધ્યાને લેતા વ્યાજ સહિત સબસિડીની રકમ વ્યાજ સાથે અને ખર્ચ સહિત ફરિયાદીની ફરિયાદ મંજૂર કરેલ છે.સદરહું કેસમાં ફરિયાદી તરફે મોરબીના યુવા વકીલ યોગેશ આર. પારેજીયા, હર્ષ એ.ભીમાણી, બી.બી.વીંઝવાડિયા, પાર્થકુમાર એચ. બરાસરા રોકાયેલ હતાં.