મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ
મોરબીના રવાપર ગામે કામઘંધો બરોબર ન ચાલતો હોય યુવતીએ જીવન ટુંકાવ્યુ : હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
SHARE
મોરબીના રવાપર ગામે કામઘંધો બરોબર ન ચાલતો હોય યુવતીએ જીવન ટુંકાવ્યુ : હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
મોરબીના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં રહેતી યુવતીએ જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજયું હતુ.જ્યારે હળવદના નવા માલણીયાદ ગામેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કપડાં ધોવા અને ન્હાવા ગયેલ પરિણીતા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજયું હતુ.આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં સામે આવ્યું હતું કે મૃતક મૂળ જૂનાગઢ બાજુના રહેવાસી છે અને હાલ મોરબી ખાતે રવાપર ગામે રહીને અહીં આયુર્વેદિક પ્રોડક્ટને લગતી દુકાન ચલાવે છે.મૃતક યુવતી અને પરિવારના લોકો દુકાન ચલાવતા હોય દુકાન બરોબર ન ચાલતી હોય આર્થિક સંકળામણના લીધે તેણીએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.
મોરબીના રવાપર ગામે બોની પાર્કમાં ધનજીભાઈ શેરસીયાના મકાનમાં રહેતા અને મૂળ જુનાગઢના પરિવારની દિશાબેન નરેશભાઈ બટુકભાઈ વિંઝુડા (21) એ ઘરની અંદર જાતે પંખાના હુકમાં ચુંદડી બાંધીને પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા.ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી.
જ્યારે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં થોભણભાઈ કોળીની ડીએ રવાહેતા નરીબેન વટીયાભાઈ ભયડીયા (36) વાડીની બાજુમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કપડાં ધોવા અને નહાવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે કેનાલમાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાના પતિએ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જયંતીભાઈ બારૈયાની વાડી આવેલી છે અને ત્યાં તેઓએ પરપ્રાંતીય મજૂરોને કામે રાખ્યા હતા જોકે તેના આધાર પુરાવા અને વિગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય ખેતરના માલિક જયંતિભાઈ પરસોત્તમભાઈ બારૈયા (53) રહે. નાના ખીજડીયા વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી









