મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ
મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
SHARE
મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ, રાતાભેર, વીસીપરા, ભીમરાવનગરમાં મારામારીના બનાવો
મોરબી-રવાપર હાઈવે ઉપર આવેલા મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાંથી પરણીતા ગુમ થવા પામેલ છે. બનાવ અંગે ત્યાં રહેતા નાગરભાઈ રૂપાભાઈ વાઘેલા (36)એ પોલીસમાં જાણ કરી હતી કે તા.5/9ના રોજ રાત્રીના 11 વાગ્યે તેઓના પત્ની સોનલબેન નાગરભાઈ વાઘેલા (30) રહે. પ્રેમજીનગર (મકનસર) ઘરે કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલા છે. ઘરેમેળે શોધખોળ કરવા છતા સોનલબેનનો પત્તો લાગ્યો નથી. હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બળદેવભાઈ દેત્રોજાએ ગુમ થયેલ પરણીતાની શોધખોળ હાથ ધરેલ છે.
મારામારી
હળવદના રાતાભેર ગામે રહેતા વાઘજીભાઈ અને રાજેશભાઈને ગામમાં ઝઘડો થતા 5-6 લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવેલ હોય બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જયારે વીસીપરામાં શકિત મેડીકલ પાસે રહેતા નિતાબેન સાગરભાઈ ઓગણીયા (30) નામની મહિલાને ત્યાં મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે ખસેડાયા હતા. તેમજ વીસીપરાના જ ભીમરાવનગરમાં રહેતા રાજેશભાઈ વિજયભાઈ કુંઢીયા (18)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.
યુવાન સારવારમાં
વીસીપરા કુલીનગરમાં રહેતા ઈમરાન અબ્દુલ લંધા (40)ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો. વીસીપરા ઉજાલા ડેરી પાસે રહેતા મુના બાબુભાઈ ચુડાસમા (45)ને પત્ની સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી જઈને પ્રવાહી પી લેતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જયારે અસહ્ય માથાના દુ:ખાવાથી કંટાળીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતા જયંતિભાઈ કાનજીભાઈ (38) રહે.વરીયાનગર સો ઓરડી મોરબી-2ને સિવિલે ખસેડાયો હતો.
ત્રાજપર મારામારી
સામાકાંઠે ત્રાજપર ચોકડીએ રહેતા અનિલ રામશંકર પટેલ (45), પ્રમોદ પ્રફુલશંકર (31)ને ત્રાજપર પાસે ભરાતી મચ્છી બજાર પાણીના ટાંકા પાસે મારામારીમાં ઈજા થયેલ હોય બંનેને સિવિલે ખસેડાયા હતા. જયારે મોરબી નવલખી હાઈવે રોકડીયા હનુમાન મંદિર નજીક બાઈક સાથે અન્ય બાઈક અથડાતા ઈજાગ્રસ્ત થયેલા અશ્વિનભાઈ બાગુભાઈ ભંડરીયા (26) રહે. કુંતાસી તા.માળીયાને અત્રે આયુષ હોસ્પિટલે એડમીટ કરાયો હતો.
રાજકોટ ખસેડાયા
કુબેર ટોકીઝ પાસે અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા માથામાં ઈજા પામેલા જશુભા જોરૂભા જાડેજા (62) રહે. માધાપરને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જયારે વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાસે રહેતા અંકિતાબેન રાકેશભાઈ કોરડીયા (15)એ અકળ કારણોસર ઘરે ફીનાઈલ પી લેતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.
દારૂ પકડાયો
સામાકાંઠે માળીયા ફાટકે વસુંધરા હોટલ પાસેથી નિકળેલા ઈરફાન અલ્લારખા મોવર મીંયાણા (28) રહે. અમદાવાદને બી ડીવીઝન પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરનું એક ટીન કિંમત રૂા.126 મળી આવતા તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.