નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન


SHARE





મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન

શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના પાવન સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય મોરબી સેવાકેન્દ્ર દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભવ્ય આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.  

આ પ્રદર્શનીમાં મુખ્ય આકર્ષણ તરીકે પવિત્ર અમરનાથ ગુફાની પ્રતિકૃતિ સમાન 'બરફીલા બાબા' (બરફના અમરનાથ શિવલિંગ) અને ભારતભરમાં પથરાયેલા પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગોની દિવ્ય પ્રતિકૃતિઓ દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ આધ્યાત્મિક પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા ઘરઆંગણે જ પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગ અને અમરનાથ ધામના દિવ્ય દર્શનનો લાભ લઈ શકે તેમજ શિવ આરાધનાના સાચા આધ્યાત્મિક રહસ્યોને સમજી શકે તેવો રાખવામાં આવ્યો હતો.

આ તકે બ્રહ્માકુમારીઝના સમર્પિત બહેનો, માતાઓ અને કુમારીઓ દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને મહાદેવના સાચા સ્વરૂપ અને રાજયોગ મેડિટેશન (ધ્યાન) વિશે સુંદર અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. ભગવાન શિવ આપણને વિકારો અને નકારાત્મકતાનો ત્યાગ કરી પવિત્ર જીવન જીવવાનો જે સંદેશ આપે છે, તેને જીવનમાં કેવી રીતે ઉતારવો તે અંગે આ પ્રદર્શનીમાં સુંદર ચિત્રો અને મોડેલ્સ દ્વારા સમજણ આપવામાં આવી. મોરબી અને આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રદર્શનીનો લાભ લેવા તેમજ દર્શન-આરતીનો પુણ્ય કમાવવા માટે બ્રહ્માકુમારીઝ પરિવાર અને સત્યેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું




Latest News