મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરદાર બંગલો સોસાયટી પવનસુતે એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 88,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર સરદાર બંગલો સોસાયટી પવનસુતે એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા લલિતભાઈ ગંગારામભાઈ હાલપરાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી લલિતભાઈ ગંગારામભાઈ હાલપરા (42) તેમજ હિતેશભાઈ દામજીભાઈ શોભાસણા (52) રહે. ભગવતી ટ્વીન્સ બોની પાર્ક રવાપર, ચંદ્રકાંતભાઈ બાબુલાલ ગામી (41) રહે. સાઈ એપાર્ટમેન્ટ આલાપ રોડ મોરબી, વિરેન્દ્રભાઈ ઉર્ફે વસુભાઈ હરજીવનભાઈ વરસડા (45) રહે. ક્રાંતિજયોત સોસાયટી મહેન્દ્રનગર, રોહિતભાઈ ચતુરભાઈ હાલપરા (40) રહે. ભગવતી ટ્વિન્સ એપાર્ટમેન્ટ બોની પાર્ક રવાપર તથા કિરીટભાઈ ત્રિભોવનભાઈ લીખિયા (40) રહે. ખોડીયાર માતાના મંદિરની સામે સાઈ એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 88,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે